અંજારની ભાગોળેથી બે જણ દારૂ સાથે ઝડપાયા

ગાંધીધામ, તા. 12 : અંજાર એ.પી.એમ.સી. માર્કેટના ગેઇટ પાસે દારૂ વેચતા બે શખ્સોની અટક કરી પોલીસે રૂા. 4200નો શરાબ જપ્ત કર્યો હતો. અંજારથી વરસામેડી બાજુ જતા માર્ગ પર આવેલી એ.પી.એમ.સી.ના મુખ્ય ગેઇટ પાસેથી મૂળ કીડિયાનગરના પ્રતાપસિંહ જોરૂભા વાઘેલા અને રમેશ વસ્તા કોળી નામના શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. બાઇક નંબર જી.જે. 12-એ કયુ. 6555 પર દારૂ લઇને નીકળેલા આ શખ્સો પાસેથી 750 એમ.એલ.ની 12 બોટલ કિંમત રૂા. 4200નો દારૂ કબજે લેવામાં આવ્યો હતો. પોલીસે આ બન્ને પાસેથી દારૂની સાથે મોબાઇલ, બાઇક એમ કુલ રૂા. 41,200નો મુદામાલ હસ્તગત કર્યો હતો. આ શખ્સો કયાંથી દારૂ લાવ્યા હતા તે સહિતની વિગતો માટે કબજે કરાયેલા મોબાઇલના ડેટાની તપાસ પોલીસે હાથ ધરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer