ગાંધીધામ કોર્ટે પત્ની તથા પુત્રીને ભરણપોષણ આપવાનો કર્યો હુકમ

ગાંધીધામ, તા. 12 : સંકુલના ભરણપોષણના કેસમાં પત્ની અને પુત્રીના ખાધા-ખોરાકી માટે દર મહિને રૂા. 8000 આપવા અંગે ગાંધીધામની અદાલતે પતિને આદેશ આપ્યો હતો. અંતરજાળના મનીષાબેન વિશ્રામ ગઢવીએ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 તળે ભરણપોષણ મેળવવા માટે પતિ વિશ્રામ કરસન ગઢવી વિરુદ્ધ અરજી કરી હતી. આ કેસ ગાંધીધામ કોર્ટના ત્રીજા અધિક જ્યુડિશીયલ ન્યાયાધીશ કમલેશકુમાર વિડજા સમક્ષ ચાલી ગયો હતો. ન્યાયમૂર્તિએ અરજીકર્તા અને તેની પુત્રીને ભરણપોષણ પેટે દર મહિને રૂા. 8000 ચૂકવવા અને આ રકમ અરજી કર્યાના દિવસથી આજ સુધી ચુકવવા તથા અરજી ખર્ચ પેટે વધારે રૂા. પ00 આપવા માટે પતિને હુકમ કર્યો હતો. આ કેસમાં અરજદારના ધારાશાત્રી બી. આર. ગઢવી અને પૂજા જી. સોની હાજર રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer