અંજાર પાસે અકસ્માતમાં સ્કૂટરનો ચાલક ઘવાયો

ભુજ, તા. 12 : અંજાર શહેરની ભાગોળે સતાપર તરફના માર્ગ ઉપર કોઇ વાહનની ટકકર લાગતાં એકટિવા સ્કૂટરના ચાલક ચાન્દ્રોડાના શંભુભાઇ ધનજી આહીર (ઉ.વ.26)ને ઇજાઓ થઇ હતી. અંજાર-સતાપર ધોરીમાર્ગ ઉપર પેટ્રોલપંપ નજીક આજે પરોઢીયે અકસ્માતની આ ઘટના બની હતી. ભોગ બનનારા શંભુભાઇ આહીર બનાવના સ્થળેથી બેભાન હાલતમાં મળ્યા બાદ તેમને 108 મારફતે હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવ બાદ એકટિવાને ટક્કર મારનાર અજાણ્યા વાહનને તેનો ચાલક નસાડી ગયો હતો તેમ પોલીસે જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer