ભાજપ સરકાર આવ્યા પછી પેટ્રોલ-ડીઝલનો કમરતોડ ભાવવધારો?થયો

ભાજપ સરકાર આવ્યા પછી પેટ્રોલ-ડીઝલનો કમરતોડ ભાવવધારો?થયો
ભુજ, તા. 26 : કેન્દ્રની ભાજપ સરકારને ચાર વર્ષ પૂર્ણ થતાં તે સમયગાળા દરમ્યાન દેશના મતદારો સાથે વિશ્વાસઘાત કરી માત્ર વાતો જ કરી છે. આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ ખાતે ભાજપ કાર્યાલય સામે વિશ્વાસઘાત દિવસ તરીકે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપની નિષ્ફળતાઓને ઉજાગર કરી સૂત્રોચ્ચાર કરી કાળી પટ્ટી ધારણ કરી દેખાવ કર્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીના જણાવ્યા અનુસાર ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ-ડીઝલનો કમરતોડ ભાવ વધારો થયો છે. બેરોજગારીનું પ્રમાણ રોજબરોજ વધી રહ્યું છે. યુવાનોમાં હતાશા વ્યાપી છે. ખેડૂતો પણ ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે. વેપારીઓના વેપાર- ધંધા પણ?ઘટયા છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના નેતાઓ તેમજ વર્તમાન વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી, સાંસદો, મંત્રીઓએ લોકોને અનેક વચનો આપી જૂઠાણું ફેલાવી મતો મેળવી સત્તામાં બેઠા છે. ડીઝલ-પેટ્રોલ, ગેસ સસ્તું કરશું, મોંઘવારી રોકશું, 15 લાખ ખાતામાં આપીશું, મહિલા પર અત્યાચાર અટકાવશું, બે કરોડ યુવાનોને રોજગારી આપશું, ખેડૂતોને બમણો ભાવ આપશું જેવી જાહેરાતો પોકળ નીવડી છે.કચ્છમાં વર્તમાન વડાપ્રધાને કરેલી 2165 કરોડ સદ્ભાવ કાર્યક્રમની તેમજ ગાંધીધામમાં ડો. બાબા આંબેડકર ભવન જાહેરાત ઠગારી નીવડી હતી. વિવિધ જાહેરાતો વારંવાર થાય છે, પણ હજુ કોઇ કામ પૂર્ણ થયું નથી. ઉદ્યોગોને ગૌચર પડતર જમીન પાણીના ભાવે આપી છે, પણ ગરીબોને પ્લોટ ફાળવાતા નથી. હોસ્પિટલોમાં ડોકટરો નથી, શાળાઓમાં શિક્ષકો નથી, કચેરીઓમાં અધિકારીઓ નથી અને ભાજપના નેતાઓ સરકારની સિદ્ધિઓ ગણાવે છે. આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વી. કે. હુંબલ, રસિકભાઇ ઠક્કર, અમીરઅલી લોઢિયા, રમેશ ધોળુ, ગની કુંભાર, શામજીભાઇ આહીર, અરજણ ભુડિયા સહિતના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેવું જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ઇલિયાસ ઘાંચીની યાદીમાં જણાવાયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer