કંડલા એસ.ઈ.ઝેડ.માં વારંવાર કચરો બાળવાથી થતું પ્રદૂષણ

કંડલા એસ.ઈ.ઝેડ.માં વારંવાર  કચરો બાળવાથી થતું પ્રદૂષણ
ગાંધીધામ, તા. 26 : છેલ્લા થોડા સમયથી આ પંચરંગી શહેર સંકુલમાં પ્રદૂષણનું સ્તર જોખમી બનતું હોવાનું કેટલીક ખાનગી એપ્લિકેશનમાં બતાવાઈ રહ્યું છે. શહેરની ભાગોળે આવેલા કંડલા વિશેષ આર્થિક ક્ષેત્ર (કાસેઝ)માં કેટલાક દિવસથી કચરો બાળવાનું શરૂ થતાં પ્રદૂષણ પ્રસરતું  હોવાની  ફરિયાદ ઊઠી છે. શહેરમાં આમ પણ ઘન કચરાના નિકાલની પાલિકાની વ્યવસ્થા સામે પ્રશ્ન ખડા થતા રહ્યા છે. વિસ્તારવાર મૂકવામાં આવેલા કન્ટેનરો બદલાતા ન હોવાથી આ કન્ટેનરો કચરાથી ભરાઈ જાય ત્યારબાદ તેમાં કચરો બાળવાની પદ્ધતિ ઘણા સ્થળે જોવા મળી છે. તેવામાં હવે કાસેઝમાં પણ કચરાનો આવી રીતે બાળી નાખીને નિકાલ થવા માંડતાં શહેરભરમાં ધુમાડો છવાઈ જતો હોવાની ફરિયાદ ઊઠી છે. ગુજરાત પ્રદૂષણ?નિયંત્રણ બોર્ડની સ્થાનિકે કચેરી હોવા છતાં આવી પ્રક્રિયા તેમના ધ્યાને ન આવે તે આશ્ચર્યજનક છે. જાણકારો કાસેઝ સામે પગલાંની માંગ કરી રહ્યા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer