જીવનમાં સૌથી મોટો ગુણ નિયમિતતા

જીવનમાં સૌથી મોટો ગુણ નિયમિતતા
નખત્રાણા, તા. 26 : સૌથી મોટો ગુણ જીવનમાં નિયમિતતાનો છે અને દરેક ગુણોનો રાજા છે અને તેથી જ નિયમિતતાથી નિર્ભરતા આવે છે એવું અહીં નિષ્કલંકી ધામ ખાતે? કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત બાલ-બાલિકા સુસંસ્કાર શિબિરના ચોથા દિવસે પીરાણા પીઠથી ઉપસ્થિત રહેલા સંત પંકજદાસજી મહારાજે ઉપસ્થિત શિબિરાર્થીઓને કહ્યું હતું. તો આ પ્રસંગે સતપંથ મંદિર-ફૈઝપુરના મહંત મહા- મંડલેશ્વર જનાર્દનહરિજી મહારાજે પોતાના પ્રેરક પ્રવચનમાં કહ્યું હતું કે, શિબિરનું આયોજન આદર્શ બાળક બને, સાહસિક બાળક બને તે છે, સાથે જીવનમાં સ્વચ્છતાનો નિયમ રાખો. કોઇપણ નિયમ કરો તે સમજીને કરો. આંતરિક શુદ્ધિની-મનની-વાણીની પણ સ્વચ્છતા કેળવવી જોઇએ. તમારામાં રહેલી શક્તિ સ્વચ્છતાથી ઉજાગર થાય છે. આ અગાઉ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ અરજણભાઇ?જબુઆણી, મહામંત્રી રતિલાલ ગોરાણી, સતપંથ સમાજના પ્રમુખ?દાનાભાઇ ગોરાણી, મનુભાઇ વસ્તા મુખી, યુવા પ્રમુખ?હરિભાઇ લીંબાણી, અશોકભાઇ?માકાણી, નીતિનભાઇ માકાણીએ સંતોનું ચંદનનું તિલક, હારારોપણ કરી સન્માન કર્યું હતું. પાંચ દિવસીય આ શિબિરમાં વિવિધ ગામોના સતપંથ સમાજ, દાતાઓનો સવારે ચા-નાસ્તા, ભોજન, મંડપ, સાઉન્ડ સર્વિસ, બેનર, સ્ટેશનરી માટે સહયોગ મળ્યો છે. 27/5ના આ શિબિરની પૂર્ણાહુતિ થશે. વિશિષ્ઠ, પરમ વિશિષ્ટ પામનાર શિબિરાર્થીઓને ઇનામો, રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સંચાલન હરસુખભાઇ છાભૈયાએ કર્યું હતું, તો આભારવિધિ બાબુભાઇ?રૂડાણીએ કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer