ભુજની ધો. 11ની છાત્રાનો આંતરરાષ્ટ્રીય જર્નલમાં લેખ

ભુજની ધો. 11ની છાત્રાનો આંતરરાષ્ટ્રીય જર્નલમાં લેખ
ભુજ, તા. 26 : અહીંની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી ધો. 11ની વિદ્યાર્થિની કુ. વૈશ્નવી સતીજાએ `હાઉ લાઈફ કેન સસ્ટેઈન વિધાઉટ કેમેસ્ટ્રી' વિષય પર લેખ લખ્યો હતો અને ઈન્ટરનેશનલ રિસર્ચ જનરલ `વીકલી સાયન્સ'માં પ્રકાશિત થતાં આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવી છે. કુ. વૈશ્નવીને અભ્યાસની સાથે સંશોધનમાં ખૂબ જ રસ હોવાથી ભૌતિકશાત્ર વિષયમાં સંશોધન કરે છે. તેઓ કચ્છ યુનિ.માં કાર્યરત માનવ વિદ્યાશાખાના અધ્યક્ષ ડો. કલ્પના સતીજાના પુત્રી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer