કચ્છમાં બોગસ બી.પી.એલ. કાર્ડની સંખ્યા તો અગણિત

ભુજ, તા. 26 : રાજ્ય વિધાનસભાની ચૂંટણી બાદ કચ્છમાં કોંગ્રેસના પરાજિત ઉમેદવાર આદમભાઇ ચાકીએ ભુજ સ્થિત વાજબી ભાવના દુકાનદારો દ્વારા મોટાપાયે બોગસ બી.પી.એલ. રેશનકાર્ડ કૌભાંડ?ચાલતું હોવાનો આક્ષેપ કર્યો અને ત્યારબાદ આ રેશનકાર્ડ મુદ્દે જ ભાજપ તરફથી પોતાને જાનનો ખતરો હોવાના આક્ષેપ સાથે નામજોગ પોલીસને જાણ કરતાં એક તરફ જિલ્લાના રાજકારણમાં ઐતિહાસિક એવી આક્ષેપબાજીનો દોર શરૂ?થયો છે, પણ એ વચ્ચે બોગસ બી.પી.એલ. કાર્ડનો મામલો તદ્દન ગુપ્તપણે શાંત થઇ ગયો અથવા તો કરી દેવાયાની ચર્ચા છે, પણ બી.પી.એલ. યાદી અને એક-એક નામની સરખામણી તો થતી જ નથી. જિલ્લામાં મોટાં માથાં પણ બોગસ રેશનકાર્ડ અને બોગસ બી.પી.એલ. રેશનકાર્ડમાં સંડોવાયેલા હોવાનો એક ચોંકાવનારો આક્ષેપ પણ ખુદ દુકાનદારોમાંથી જ ઊઠયો છે અને તે વધુ ગંભીર છે. ચૂંટણી બાદનાં લેખાં-જોખાં અને રાજકીય વેરના હિસાબ થતા હોય પણ ખુદ નિષ્ઠાવાન દુકાનદારો જ સામે ચાલીને જ્યારે બી.પી.એલ.ના નામે ગરીબોના અન્નના બહાને અનેકનાં ઘર અને બેંક ખાતાં ભરાઇ રહ્યા  હોવાનો આક્ષેપ કરે ત્યારે હજુ સુધી સુસ્ત રહેલા પુરવઠાતંત્રએ  તપાસ તો કરવી જ જોઇએ તેવી માંગ છે. કોંગ્રેસી અગ્રણીના આક્ષેપોને પગલે કેટલાં બોગસ બી.પી.એલ. રેશનકાર્ડ મળી આવ્યાં, કેટલા દુકાનદારોની તપાસ થઇ અને એ દુકાનદારો સામે કેવાં પગલાં લેવાયાં એ તમામ હકીકતો અને પ્રશ્નો નિરુત્તર છે. તપાસ વિજિલન્સ દ્વારા થઇ હોવાનો દાવો શ્રી ચાકી કરે છે, જ્યારે જેમની સામે આક્ષેપ છે એ તમામ દુકાનદારો તો રાબેતા મુજબ ધંધામાં વ્યસ્ત છે. તપાસ થઇ જ નથી અથવા થશે જ નહીં તેવી સ્થિતિ છે. આ આક્ષેપ રાજકીય હતા તેવાં સમાધાન પણ મળે છે. આ તપાસ થાય ત્યારે સાચી, પણ જો થાય કે જો તપાસ કરવી જ હોય તો ભુજના જૂના રેલવે સ્ટેશન, મહેંદી કોલોની, રામનગરી, સુરલભિટ્ટ ચાર રસ્તાની દુકાનોની પણ કરવી જોઇએ તેવા ગંભીર આક્ષેપ સાથે પોતાને નિષ્ઠાવાન બતાવતા દુકાનદારો કહે છે કે, આ દુકાનદારો પાસે 350 જેટલાં  તદ્દન બોગસ બી.પી.એલ. કાર્ડ છે અને છેલ્લા બે દાયકાથી આ કાર્ડના અનાજનો ધોરીધરાર વેપલો થાય છે. આ આક્ષેપમાં દમ છે, કારણ કે કોંગ્રેસી નેતાએ જે બોગસ બી.પી.એલ. નામોની યાદી આપી  હતી એ નામોવાળી વ્યક્તિ, પરિવારો છે તો ખરા, ભલે તેઓ બી.પી.એલ. નથી પણ સાવ જ હવામાં તો નથી, જ્યારે આ 350 નામો તો બેઠેબેઠા ઊપજાવી કાઢેલાં છે અને બબ્બે દાયકાથી તેમના નામે કાળાં કામ થાય છે. ઉલ્લેખનીય છે કે આ એ દુકાનો છે કે જેમના સંચાલકો ભુજની વાતાનુકૂલિત ચેમ્બરોમાં મસમોટાં પદ પર બેઠા છે અને સમગ્ર ફેરપ્રાઇસ શોપ એસોસિયેશન તેમના ખિસ્સામાં ફેરવવાનો દાવો કરે છે. આ જે 350 રેશનકાર્ડ છે તેમના નામ, ક્રમ, સરનામાં માત્ર ભુજની જ દુકાનોમાં નથી પણ?ભારાપરની દિશામાં પણ છે. જે ક્રમ ભુજમાં બોલાય તે જ ક્રમ, નામ ભુજ તાલુકામાં અન્યત્ર ક્યાંયે કેમ હોઇ?શકે? નકલને અક્કલ ન હોય તેમ આ નામો સીધેસીધા ઘુસાડી જ દેવાયાં છે. આક્ષેપ તો એટલો ગંભીર છે કે રૂા. બે લાખના દરે મામલતદાર કચેરી આવાં નામો સત્તાવાર કરી આપે છે. નિષ્ઠાનો અંચળો ઓઢી દુકાનદારોની આપસી ખટપટને ઉજાગર કરી રહેલા આ દુકાનદારોનો દાવો છે કે પુરવઠા- તંત્ર નગરસેવક, જે-તે વિસ્તારના આચાર્ય કે પછી કોઇ પ્રતિષ્ઠિત જણની ટીમ બનાવી તપાસ કરે તો એક-એક કાર્ડધારકના અંગૂઠા-આધારકાર્ડ અને ખુદ દુકાનદાર કે ત્યાં કામ કરતા કર્મચારીઓના કેટલા નામે અંગૂઠા છે તે આપોઆપ સાબિત થઇ જાય. શરત એટલી કે ધૈર્ય, નિષ્ઠાપૂર્વક 100 ટકા ચકાસણી થવી જોઇએ. હવે આ કૌભાંડની ગંભીરતા પર એક નજર ફેરવીએ તો બી.પી.એલ. કાર્ડ ધારકોને સરકાર 7.30 રૂા.ના ભાવે એક જણના સાડા ત્રણ કિલોના હિસાબે વધુમાં વધુ સાત જણ હોય તો 49?રૂા.ના ઘઉં, 4.50 રૂા.ના ભાવે ચોખા, 8.80 રૂા.ના ભાવે ખાંડ અને 200?રૂા.નું આઠ લિટર કેરોસીન આપે છે. એક રેશનકાર્ડ સાત સભ્યો હોય તો કુલ્લ 342 રૂા. અને 10 પૈસાનો માલસામાન મેળવે. આ 350 કાર્ડ છે, તો એના એક માસના થયા રૂા. 1,19,735, એક વર્ષના ગણો તો થાય રૂા. 14,36,820 અને આક્ષેપ છે કે આ ધંધો 20 વર્ષથી પણ વધુ સમયથી ચાલે છે, અર્થાત્ સરકારે ગરીબોના નામે આપેલાં અનાજ-કેરોસીન પૈકી રૂા. 2,87,36,400 તો આ દુકાનદારો જ ખાઇ ગયા છે. ઓડકાર પણ?ખાધો નથી. સૂત્રો આ મુદ્દે એક હાસ્યાસ્પદ બાબત એ પણ જણાવે છે કે એકનાં એક નામ બેવડાય, વળી એકના બાપનું નામ પુત્ર?તરીકે પાછળ જ આવે. બંનેની અટક હિન્દુ અને નામ મુસ્લિમ સમાજના હોય છતાં આજ સુધી કોઇપણ તપાસનીશે પકડયું નથી. આવું કેમ બને? આ દુકાનદારો જ્યારે પોતાની તરફેણવાળા અમલદાર કે કર્મચારી હોય ત્યારે સાઠગાંઠ કરી કોઇ અન્ય દુકાનદારે બોગસ તરીકે જે નામો જાહેર કર્યા હોય એ જ બેઠેબેઠા પોતાના કાર્ડધારકો તરીકે મંજૂર કરાવી લેતા હોય છે. આવું તો સંભવત: ક્યાંયે કોઇ ગેરરીતિમાં થતું નહીં હોય. કહેવાય છે કે આવા ધંધામાં ચબરાકતા અને બુદ્ધિનું એટલી ઊંચી કક્ષાનું પ્રદર્શન હોય કે તપાસ માટે આવેલો માથું ખંજવાળે, પણ અહીં તો એવુંય નથી, છતાં રાજકારણના સહારે, વગના પાયા પર દાયકાઓથી આ શ્રીમંતો પોતે જ ઊભા કરેલા ગરીબોને લૂંટી રહ્યા છ 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer