રાપરમાં કરિયાણાના ગોદામમાંથી ચા અને ઘીના જથ્થાની તસ્કરી

ગાંધીધામ, તા. 26 : રાપરમાં કરિયાણાની દુકાનના ગોદામને નિશાન બનાવી તસ્કરો ચા અને ઘીનો જથ્થો તફડાવી ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ રાપરના સિયારિયાવાસમાં ચોરીનો આ બનાવ ગત તા. 24/5ના રાત્રે 8 વાગ્યાથી તા. 25/ના બપોરે 12 વાગ્યાના અરસામાં બન્યો હતો. ચોર હરામખોરોએ ગોદામનું તાળું તોડી કરિયાણાનો સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો. રાજાણી ચાના 500 ગ્રામના 39 નંગ પેકેટ અને ગાયના પ્રભાત ઘીના એક લિટરના 38 નંગ ડબ્બા તસ્કરો તફડાવી ગયા હતા. ચોરાઉ માલમત્તાની કિંમત 17,350 આંકવામાં આવી છે. જગદીશભાઇ રતિલાલ દોશીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ રાપર પી.આઇ. આર. એલ. રાઠોડ ચલાવી રહ્યા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer