કચ્છના આઠ બાળકોને રાષ્ટ્રીય કાર્યક્રમ તળે અપાઇ સારવાર

ગાંધીધામ, તા. 26 : રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઇમરજન્સી વાહન મારફતે જિલ્લાના આઠ બાળકોને અમદાવાદમાં નિ:શુલ્ક સારવાર અપાવાઇ હતી. ગાંધીધામની એક દિવસીય બાળકીને હૃદયની ગંભીર બીમારી બહાર આવતાં તેને આ યોજના તળે એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની યુ. એન. મહેતા ઇન્સ્ટિયુટ ઓફ કાર્ડિઓલોજી હોસ્પિટલ ખાતે મોકલી સારવાર અપાઇ હતી. મુંદરા-ભદ્રેશ્વરથી થેલેસેમિયા મેજરની ગંભીર બીમારીગ્રસ્ત 3 બાળકોને ડો. પૂજાના નિરીક્ષણ હેઠળ અમદાવાદની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયુટમાં તથા નખત્રાણા તાલુકાના હૃદયરોગના 4 બાળકોને ડો. અનિલ પંડયાની તપાસ તળે અમદાવાદ યુ. એન. મહેતા ઇન્સ્ટિટયૂટમાં સારવાર અપાઇ હતી. આ કાર્ય માટે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજ પાંડે, જિલ્લા આર. બી. એસ. કે. નોડલ તબીબ ડો. ભાવિન ઠક્કર, ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયા, ડો. નિરીક્ષા ધોળુએ સહકાર આપ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer