ફતેહગઢથી થોરિયારી પેટા કેનાલના નબળા કામની ફરિયાદ

ગાગોદર (તા. રાપર), તા. 26 : તાલુકાના ફતેહગઢથી થોરિયારી નર્મદાની પેટા કેનાલનું 120 કિ.મી.નું કામ ચાલે છે. તેમાં કોન્ટ્રાક્ટર ખારું પાણી તેમજ ગાગોદર, ઘાણીથર, આડેસરની ખારી રેતી વાપરે છે, ઉપરાંત સિમેન્ટ ઓછો વાપરવાના કારણે વરસાદ પહેલાં 6થી 7 જગ્યાએ  તૂટી ગઈ છે તેવી વાગડ માનવ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ ધારાભાઈ ભરવાડે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરી હતી. શ્રી ભરવાડે આક્ષેપ કર્યો હતો કે નિગમની ગાંધીધામ કચેરીએ અધીક્ષક ઈજનેરને ફરિયાદ કરતાં ઉડાઉ જવાબો આપી કહ્યું હતું કે ગાંધીનગર ફરિયાદ કરવી હોય તો કરો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer