લખપત તાલુકામાં પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી અંગે તાલીમ યોજાઇ

નલિયા, તા. 26 : ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર દ્વારા તાજેતરમાં લખપત તાલુકાના 8 ગામડાઓમાં પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી અંગે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું  હતું. જીવન જ્યોત રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિયેશનના સહયોગથી ગુનાઉ, મેડી, ખીરસરા, ભુટાઉ, આંધારવાંઢ, મોરી, ધ્રાંગાવડીય, ગુગરિયાણા ગામોમાં ટ્રેનર હરકેશભાઇ રાવલ દ્વારા પર્યાવરણની માનવ જીવન પર થતી અસરો વિશે વિસ્તૃતમાં સમજ આપવામાં આવી હતી. કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું, ઊર્જા વીજળીના સ્રોતો, જૈવિક ખોરાક, સાંસ્કૃતિક પરંપરાઓ, જીવન પદ્ધતિઓ, જાહેર પરિવહનની ઉપયોગિતા અને વૃક્ષારોપણ અંગે તાલીમ દરમ્યાન જાણકારી આપવામાં આવી હતી. તાલીમમાં ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેવું કમલેશભાઇ દવેએ જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer