ગોરેવાલી ઘાસ ગોદામમાં પડેલા જથ્થાનો નિકાલ કરવા માંગ ઊઠી

ગોરેવાલી (બન્ની), તા. 26 : જંગલ ખાતા હસ્તકના ગોરેવાલી ઘાસ ગોદામમાં પડેલા ઘાસના નિકાલ અંગે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. આ અંગે બબાખાન મુતવાએ કરેલી રજૂઆત મુજબ કચ્છમાં હાલ પીવાના પાણીની તંગી સાથે પશુઓ માટે ઘાસની તંગીને પગલે અછત જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. હાલમાં ગોરેવાલીમાં જંગલ ખાતાના ગોદામમાં ઘાસનો જથ્થો આવ્યો છે, આ જથ્થો ખરેખર ક્યાંથી લેવામાં આવ્યો છે તેવો સવાલ ઊઠયો છે. જો આ જથ્થો જૂનો હોય તો રાહત દરે પશુપાલકોને જૂના ભાવ પ્રમાણે વિતરણ કરી નાખવો જોઈએ, નહીંતર રાહત મળે તે પ્રમાણે વિતરણ કરી નાખવો જોઈએ અને ઘાસ વિતરણની પ્રક્રિયા પારદર્શી રખાય તે જરૂરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer