ભુજ સ્વામિ. મંદિરની એમ્બ્યુલન્સ સેવાને મળતો વ્યાપક આવકાર

કેરા (તા. ભુજ), તા. 26 : સંપ્રદાયના શિરમોર ભુજના નરનારાયણદેવ મંદિર અક્ષરવાસી સંતોની સ્મૃતિમાં શરૂ કરાયેલી એમ્બ્યુલન્સ સેવાને પ્રથમ તબક્કે જ વ્યાપક આવકાર સાંપડયો હતો. એમ્બ્યુલન્સ બોલાવવા મંદિરના કોઠારીએ 98799 53108 મોબાઈલ નંબર જાહેર કર્યો હતો. કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામીની યાદી અનુસાર, મંદિરે શરૂ કરેલી એમ્બ્યુલન્સ ઓનવ્હીલ આઈસીયુ છે, જેથી અમદાવાદ, રાજકોટ જતા હૃદયરોગીઓ માટે જીવનદાતા બની છે. જરૂર પડયે મંદિર વધુ વાહન પણ વસાવી શકે છે. આ સેવા કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતના કચ્છી દર્દીઓ પ્રત્યેની સંવેદનાનું પ્રતીક છે. મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીની પ્રેરણાથી આરોગ્યક્ષેત્રે મંદિરની આ સરાહનીય પહેલ હોવાનું લોકો જણાવી રહ્યા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer