પાનધ્રોના ગ્રામજનો દ્વારા ગૌસેવાના લભાર્થે ભાગવત કથાનો આરંભ

દયાપર (તા. લખપતા, તા. 26 : પાનધ્રો ગ્રામજનો આયોજિત ગૌસેવા લાભાર્થે શ્રીમદ્ ભાગવત કથાનો આજે પ્રારંભ કરાયો છે. સ્વ. સોઢા સતુભા વાઘજી (હ. વિક્રમસિંહ સોઢા) પરિવારના મુખ્ય યજમાન પદે પોથીયાત્રા પીથોરાપીર દાદા મંદિરથી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર વાજતે ગાજતે પહોંચી હતી. જેમાં ગામલોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તા. 25ના નરસિંહ પ્રાગટય, શ્રી રામ જન્મોત્સવ, તા. 26/5ના કૃષ્ણ જન્મોત્સવ, રાત્રે આશાપુરા રાસમંડળ (આંબાપર) દ્વારા રામદેવપીર જીવન ચરિત્ર આખ્યાન, તા. 27ના ગોવર્ધન પૂજા, 28/5ના રૂક્મિણી વિવાહ, તા. 29/5ના પૂર્ણાહુતિ, 30ના નારાયણ યજ્ઞ યોજાશે. કથાના વક્તા નિરંજનદાસજી મહારાજ (મોરબીવાળા) કથાનું પાન કરાવી રહ્યા છે. દરરોજ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ દાતાઓ દ્વારા રખાઈ છે. 29/5ના પૂર્ણાહુતિ થશે અને આવકની રકમ ગૌસેવામાં વપરાશે તેવું કથા સમિતિની યાદીમાં જણાવાયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer