કંડલાના બાલાજી મંદિરનો 29મો કલ્યાણ મહોત્સવ ઉમંગે ઊજવાયો

કંડલાના બાલાજી મંદિરનો 29મો  કલ્યાણ મહોત્સવ ઉમંગે ઊજવાયો
ગાંધીધામ, તા. 20 : નવા કંડલા મધ્યે આવેલા આંધ્ર શૈલીમાં નિર્મિત બાલાજી મંદિરના 29મા કલ્યાણ મહોત્સવની ઉજવણી કરાઇ હતી. સાથો સાથ મંદિરના ભવિષ્યના મુદ્દે પણ લોકોએ ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છભરના વેંકટેશ્વર બાલાજી મંદિરના ભક્તોના આસ્થાનું પ્રતીક ધરાવતા મંદિરના કલ્યાણ મહોત્સવ નિમિત્તે પાંચ દિવસ સુધી પૂજા, 108 કળશ પૂજા ભગવાન બાલાજી, લક્ષ્મીના વિવાહ સહિતની વિધિ કરાઇ હતી. આંધ્ર પ્રદેશથી આવેલા બ્રાહ્મણો દ્વારા સંગીતની સુરાવલી સાથે વિધિ કરાવાઇ હતી. મંદિરથી નીકળતી ભગવાન બાલાજીની મૂર્તિ અને લક્ષ્મીજીની મૂર્તિઓની પાલખી અને લગ્ન મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર હોય છે. દીન દયાલ પોર્ટ ટ્રસ્ટની જમીન ઉપર મંદિર બન્યું છે. આ જમીન ખાલી કરાવવાની પોર્ટ પ્રશાસનની નીતિથી મંદિરના ભવિષ્ય અંગે ટ્રસ્ટીઓ ભક્તોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. આ મહોત્સવના આયોજનને પાર પાડવા બાલાજી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એન.ટી. રાયડુ, નરેશ બુલચંદાણી, આદિલ શેઠના, અન્ય ટ્રસ્ટીઓ, ભક્તો સેવાભાવી કાર્યકરો સહયોગી બન્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer