આદિપુરમાં હુન્નર તાલીમ વર્ગ પૂર્ણ થતાં પ્રમાણપત્ર અપાયાં

આદિપુરમાં હુન્નર તાલીમ વર્ગ પૂર્ણ થતાં પ્રમાણપત્ર અપાયાં
ગાંધીધામ, તા. 20 : આદિપુર જાયન્ટ્સ ગ્રુપ સાહેલી દ્વારા સંચાલિત હુન્નર તાલીમ વર્ગ પૂર્ણ થતાં સમાપન કાર્યક્રમમાં 33 બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરાયાં હતાં. મહિલાઓને સ્વનિર્ભર બનાવવાના ઉમદા ઉદ્દેશ સાથે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા મહેંદી અને મિની પાર્લર કાર્ય અંગે હુન્નર તાલીમવર્ગ શરૂ કરાયો હતો. જેમાં મહિલાઓને વિભિન્ન પ્રકારની જરૂરી માહિતીઓ માર્ગદર્શક પૂજાબેન શર્માએ આપી હતી. વર્ગ પૂર્ણ થયા બાદ મહિલાઓને પ્રમાણપત્ર અપાયાં હતાં.આયોજનને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ સંયોજક માધવીબેન ચેનાની, સહસંયોજક શોભાબેન ગિડવાની, પ્રમુખ ડિમ્પલ આચાર્ય, કમલાબેન મહેશ્વરી, વિભાબેન, પ્રીતિબેન, બીનાબેન, સોનિયાબેન સહિતનાએ સહકાર આપ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer