અત્યાચારનો ભોગ બનનાર મહિલા માટે ભુજનું સખી વન સ્ટોપ સેન્ટર ઉપયોગી

અત્યાચારનો ભોગ બનનાર મહિલા માટે ભુજનું સખી વન સ્ટોપ સેન્ટર ઉપયોગી
ભુજ, તા. 20 : મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર ભુજની ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટી મેડિસીન અદાણી ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજના છાત્રોએ મુલાકાત લઈ માહિતી મેળવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ભક્તિબેન ભાવસારે મહિલાઓ ઉપર થતા અત્યાચાર સામે કેવી રીતે પગલાં લઈ શકાય તે અંગે સમજ આપી હતી. આ વિદ્યાર્થીઓને સખી વન સ્ટોપ સેન્ટર પર આવતા 181 હેલ્પલાઈન મારફતેના કેસો, પોલીસ સ્ટેશન મારફતેના કેસો તેમજ સીધા આવતા કેસોને પાંચ દિવસ માટે આશ્રય અપાય છે. આ ઉપરાંત ભોગગ્રસ્તને ચા-નાસ્તો, જમવાનું તેમજ ન્હાવા-ધોવાની સગવડ અપાય છે. વિક્ટીમની ફરિયાદ મુજબ આ સેન્ટર પરથી સૌપ્રથમ કાઉન્સેલિંગ કરાય છે. તે જો પોલીસ ફરિયાદ દાખલ કરવા ઈચ્છે તો પોલીસની મદદ અને કાયદાકીય માર્ગદર્શન મેળવવું હોય તો એડવોકેટને સેન્ટર પર બોલાવી અપાય છે. જો પીડિતાને શારીરિક ઈજાઓ થઈ હોય તો આરોગ્યની સેવા, કૌટુંબિક રીતે સમાધાન ઈચ્છે તો બન્ને પક્ષને સાંભળી સમાધાન માટે મદદરૂપ થવાય છે. સેન્ટરના કર્મચારી જેઈમી ડી. અસારી, દેવજીભાઈ મહેશ્વરી, સ્વીટુ આર. વરસાત, તમન્ના જે. એહારી, પ્રિયાકુમારી મિશ્રા, રિતેશભાઈ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer