કિડાણામાં ધમકી આપી યુવતીને રિક્ષામાં ઉઠાવી જઇને બળાત્કાર ગુજારાયો

ગાંધીધામ, તા. 20 : તાલુકાનાં કિડાણા જગદંબા સોસાયટીની એક યુવતીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરાતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના બી-ડિવિઝન પોલીસ મથકે 20 વર્ષીય યુવતીએ અનવર કાસમ મથડા, રમજાન જામનગરી, રાકેશગિરિ સુખગિરિ બાવાજી અને વીરુ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અનવર મથડા નામના ઇસમે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી રિક્ષામાં બેસાડી તેનું અપહણ કર્યું હતું અને બાદમાં જુદી જુદી જગ્યાએ લઇ જઇ  આ ઇસમે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ આરોપીને મદદ કરનારા અન્ય ત્રણ વિરુદ્ધ પણ ફરિયાદ થઇ હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ એસ.સી.એસ.ટી. સેલના નાયબ પોલીસ અધીક્ષકે હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer