22મીથી ગ્રામીણ ડાક સેવકો હડતાળ પર

બિટ્ટા (તા. અબડાસા), તા. 20 : વિવિધ પ્રશ્નોના મુદ્દે ગુજરાત સર્કલ ઓલ ઇન્ડિયા જીડીએસ યુનિયનના એલાનના પગલે જિલ્લાના તમામ ગ્રામીણ ડાકસેવકોએ તા. 22/5ની હડતાળમાં જોડાવા નિર્ણય  લીધો છે. પ્રમુખ દશરથસિંહ એચ. જાડેજા તથા સેક્રેટરી એલ.જી. મૌવરના જણાવ્યા અનુસાર તા. 22/5થી તમામ ગ્રામીણ ડાકસેવકો જોડાશે તથા બી.ઓ.ની સંપૂર્ણ કામગીરી બંધ રાખવાની અપીલ કરાઇ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer