સણોસરા પાસેના વાંકલ માતા મંદિર વિસ્તારમાં સંસ્થા દ્વારા વૃક્ષઉછેર

ભુજ, તા. 20 : ભુજ-નલિયા રાજ્ય ધોરી માર્ગ પર સણોસરા અને કોટડા-રોહામાં વિગેરે વાંકલ માતાનું મંદિર છે. એક સમયે દેશી બાવળનાં જંગલથી ઘેરાયેલું રહેતું હતું. વાંકલ માતાનાં વર્તમાન પૂજારી દ્વારા 25 ગાયો માટે આશ્રય સ્થાન ગૌશાળા જેવું વાતાવરણ ઊભું કરાયું છે. પર્યાવરણ માટે સમર્પિત સંસ્થા કચ્છ જે કારાયલ જે કેકારવ દ્વારા સ્વ. અરજણ ચોથાભાઇ દાઉ ટ્રસ્ટ અને રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાઊ મનોજભાઇ સોલંકીના મનોરથને પાર પાડવા ગાયોને વૃક્ષોનો છાંયો પૂરો પાડવા માટે સંસ્થાના નવીનભાઇ બાપટ, ભવાનીશંકર રતેશ્વર દ્વારા વૃક્ષારોપણ આદરવામાં આવ્યું છે. રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સલામતી માટે પાંજરાની વ્યવસ્થા ગોઠવાઇ છે. વૃક્ષ ઉછેરવાની જવાબદારી વાંકલ માતાનના પૂજારી અને ભક્તજનોએ નિભાવવા વચન આપતાં અહીં વૃક્ષો પાંગરી રહ્યા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer