ગુંદિયાળીમાં પતિએ પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી માર માર્યો

ગાંધીધામ, તા. 15 : માંડવી તાલુકાના ગુંદિયાળી ગામમાં પતિએ પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું અને સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હોવાના બનાવ અંગે પોલીસ ચોપડે ગુનો દર્જ થયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ, ગત તા. 11/5/17થી 29/6/17 દરમ્યાન બનેલા બનાવ સંદર્ભે ભોગ બનનાર પરિણીતાએ આરોપી પતિ અવિનાશ શામજી મહેશ્વરી, શામજી ખીમજી મહેશ્વરી, નેણબાઇ ખીમજી મહેશ્વરી, સુમન સામજી મહેશ્વરી, મોનિકા શામજી મહેશ્વરી સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જણાવાયા પ્રમાણે, આરોપી પતિએ અવારનવાર તેણી ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું તેમજ સસરાએ અભદ્ર માગણી કરી હતી. આ અંગે પતિને જણાવતાં પતિએ ધકબુશટનો માર માર્યો હતો તેમજ સાસુ-નણંદોએ પણ માર મારી શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ?ધરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer