ડોણમાં જ્યોતેશ્વરધામના મહંત રવિગિરિજીની ચાદરવિધિ યોજાઇ

ડોણમાં જ્યોતેશ્વરધામના મહંત રવિગિરિજીની ચાદરવિધિ યોજાઇ
કોડાય (તા. માંડવી), તા. 15 : ડોણ જ્યોતેશ્વરધામમાં મહંત કલ્યાણગિરિજી મહારાજનો જીવતાં ષોડશી ભંડારો યોજાયો હતો. તેમજ ગાદીપતિ અને મહંત તરીકે  રવિગિરિજી ગુરુ મહંત કલ્યાણગિરિજીની ચાદરવિધિ ધામધૂમથી સંપન્ન થઇ હતી. તપોનિધિ આનંદ અખાડા પંચાયતીના અધ્યક્ષ મહંત જગદીશગિરિજી અને રમતાપંચના મહંત કૈલાસપુરીજી દ્વારા મહંત તરીકે રવિગિરિજી બાપુની ચાદરવિધિ થઇ હતી. જ્યોતેશ્વરધામ ખાતે ચાલતી શ્રીમદ્ ભગવત સપ્તાહ નિમિત્તે પૂર્વ રાત્રિએ સંતવાણીની રમઝટ જામી હતી. કથાકાર અશ્વિનકુમાર શાત્રીએ નારાયણ યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો. 1008 મહંત કલ્યાણગિરિજી મહારાજે નવા ગાદીપતિ અને મહંત રવિગિરિજી બાપુને  તિલક-પૂજન કરી ગાદી પર બેસાડી ચાદરવિધિ કરી હતી. આ અવસરે અખિલ કચ્છ વિરક્ત ષડદર્શન મંડલ અને જ્યોતેશ્વર મહાદેવના સેવકો જોડાયા હતા. મહંત રવિગિરિજી બાપુએ જ્યોતેશ્વર મંદિર અને ટ્રસ્ટની ઉત્તરોત્તર પ્રગતિની ખાતરી સાથે આ પવિત્ર ધામને જીવન સમર્પિત કરવા જણાવ્યું હતું. રાત્રે આયોજિત સંતવાણીમાં  નીલેશ ગઢવી, જીતુગિરિ ગોસ્વામી, પીયૂષ મારાજ, દલસુખ પ્રજાપતિ, જીતુ ભાનુશાલીએ રમઝટ બોલાવી હતી. સવારે  જ્યોતેશ્વર મહાદેવનો અભિષેક તેમજ સમાધિ પૂજન સહિત કાર્યક્રમો યોજાયા હતા. આ ધાર્મિક ઉત્સવમાં મહંત જગદીશગિરિજી (મોમાયમોરા), મહંત શિવનારાયણપુરીજી, મહંત શ્યામભારતીજી (ચપલેશ્વર મંદિર, માંડવી), મહંત દેવેન્દ્રગિરિજી (ગાંધીધામ), અષ્ટકૌશલ મહંત ધનંજયગિરિજી (ધનંજય આશ્રમ, ભુજ), અમરભારતીજી (કમાણા), વયોવૃદ્ધ સંત મહંત શંકરગિરિજી (પુંઅરેશ્વર મંદિર) સહિત સંતોનું પાવન સાંનિધ્ય રહ્યું હતું. આ પ્રસંગે માંડવીના નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી, ઉપનગરપતિ નરેન સોની, મહંત બસંતગિરિજી, રઘુવીરસિંહ જાડેજા (હિન્દુ યુવા સંગઠન),  અરવિંદ ભાનુશાલી (માજી સરપંચ, ભાડઇ), નવીન ચાંદ્રા, કીર્તિભાઇ ભાનુશાલી (મુંબઇ), વસંતગિરિ ગોસ્વામી (કાકા), ડી. કે. પંચાલ સહિત સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અરવિંદસિંહ જાડેજા (એડવોકેટ) અને આભારવિધિ ગોવિંદ દીવાણીએ કર્યા હતા. સમગ્ર વ્યવસ્થા કથા સમિતિ અને સેવકગણે સંભાળી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer