રાપર પાંજરાપોળમાં 13 ગાડી લીલા ચારાનું નીરણ કરાયું

રાપર પાંજરાપોળમાં 13 ગાડી લીલા ચારાનું નીરણ કરાયું
ભુજ, તા. 15 : અહીંના નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાના જીવદયાપ્રેમી પુત્ર સ્વ. ચેતનકુમારની સ્મૃતિમાં તેમના પરિવારજનોએ દાતાઓના સહયોગથી આરંભાયેલા પશુ રક્ષા અભિયાન અંતર્ગત રાપર પાંજરાપોળના 8312 અબોલા જીવોને લીલા ચારાનું નીરણ કરાયું હતું. જીવદયા મંડળ રાપર સંચાલિત   પાબુસરી વિભાગ ડાભુંડા, બકના વિભાગ ત્રંબૌ અને નગાસર તળાવ પાસે રાપરમાં આવેલા સંકુલ વગેરે ત્રણે પશુ સુરક્ષા કેન્દ્રોની મુલાકાત દરમ્યાન સંસ્થાના પ્રમુખ શ્રી મહેતાની સાથે ભુજના જીવદયાપ્રેમી ચમનલાલ મહેતા, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, કૌશિક મહેતા, કાર્યકરો જોડાયા હતા. ત્રણે પશુરક્ષા કેન્દ્રોમાં ચોપગાને 13 ગાડી લીલા ચારાનું નીરણ કરાયું હતું.  બાદમાં સ્નેહમિલનમાં માનદમંત્રી વિપુલભાઈ મહેતાએ સૌને આવકાર્યા હતા. મેનેજિંગ ટ્રસ્ટી વી.આઈ. મહેતા તથા કેશવલાલ શેઠે 4 વર્ષથી સંસ્થાને મળતા સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશીએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પશુરક્ષા અભિયાન 30 જૂન સુધી જારી રાખવાની અને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં 5 હજાર મણ લીલા ચારાના નીરણ કરવાની જાહેરાત કરી હતી. વિજય મહેતા, નીપમ ગાંધી, અરવિંદ સીરિયા, અમૃતલાલ ખંડોર, કોઠારીભાઈ વિગેરે સહયોગી રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer