સાચું ગ્રામ્ય જીવન અને તેમની મુશ્કેલી જાણવા તબીબ યાત્રાએ

સાચું ગ્રામ્ય જીવન અને તેમની મુશ્કેલી જાણવા તબીબ યાત્રાએ
ભુજ, તા. 15 : ગાંધીજીના વિચારોથી પ્રભાવિત પાટણનો ડોકટર મૌલિક પટેલ ગાંધીજીએ જે માર્ગે દાંડીયાત્રા કરી હતી તે જ માર્ગ પર 12મી માર્ચથી 23 દિવસ સુધી પગપાળા યાત્રા પૂરી કર્યા બાદ હવે સાયકલથી ગુજરાતના ભ્રમણે નીકળ્યો છે. ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરવા હાલમાં દક્ષિણ ગુજરાતના વનવાસી ગામોમાં પરિભ્રમણ કરી રહ્યો છે. બાલ્યકાળથી આર.એસ.એસ.ના સ્વયંસેવક તરીકે જોડાઇને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં લાગેલા ડો. પટેલના પિતા ભીખાભાઇ પટેલ પણ આર.એસ.એસ.ના પાયાના કાર્યકર રહ્યા છે. પગપાળા યાત્રાના વિચાર અંગે જણાવ્યું હતું કે, સાચું ભારત ગામડાઓમાં વસે છે. ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન અને તેમની ભવ્યતા એ જ ભારતની સાચી ઓળખ છે. દૂર દૂર ગામડાઓમાં વસતા લોકોનું ગ્રામ્ય જીવન અને તેમની મુશ્કેલીઓ પ્રત્યક્ષ જોવાથી ભવિષ્યની યોજનાઓને સાકાર કરી શકાશે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer