વાલ્મીકિ સમાજના ચતુર્થ સમૂહલગ્ન યોજાયા

વાલ્મીકિ સમાજના ચતુર્થ સમૂહલગ્ન યોજાયા
ભુજ, તા. 15 : ભુજ સમસ્ત વાલ્મીકિ સમાજ આયોજિત ચોથા સમૂહલગ્નનું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. સમસ્ત વાલ્મીકિ સમાજ 2013થી સમૂહલગ્નનું આયોજન કરે છે. આ સમૂહ લગ્નમાં કચ્છી વાલ્મીકિ સમાજના દાતાઓ તથા શહેરના દાતાશ્રઓ, રાજકીય આગેવાનોના સહયોગથી દરેક કન્યાને 109 ઘરવખરી વસ્તુઓનું કન્યાદાન આપવામાં આવ્યું હતું. સમૂહલગ્ન માત્ર બે મહિનાના ટૂંકાગાળામાં આયોજન ઘડીને સમાજના આર્થિક રીતે નબળા એવા સભ્યોની દીકરી-દીકરાઓને પરણાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. દંપતીઓને આશીર્વાદ આપવા ચંદુમા તથા પૂ. કિશોરદાસજી, રાજુભાઇ જોશી હાજર રહ્યા હતા. સમૂહલગ્નમાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, માજી મંત્રી તારાચંદ છેડાનો સહયોગ મળ્યો હતો. દેવરાજ ગઢવી તથા પરાક્રમસિંહ જાડેજા, રમેશભાઇ મહેશ્વરી, કંકુબેન ચાવડા, સામતભાઇ મહેશ્વરી, વિનયભાઇ રેલોન, અબ્દુલભાઇ બજાણિયા, વીરભદ્રસિંહ જાડેજા, મુરૂભા જાડેજા, પીયૂષભાઇ ઠક્કર, સુશીલાબેન આચાર્ય, કૌશલ મહેતા, રેશમાબેન ઝવેરી, લતાબેન સોલંકી, અખિલ કચ્છ વાલ્મિકી સમાજ પ્રમુખ ભરતભાઇ વાઘેલા વિગરે ઉપસ્થિત રહ્યા હતા. ભૂતનાથ સેવા સમિતિ-ભુજનો સહયોગ મળ્યો હતો. મુખ્ય અન્નદાતા સમાજના સભ્ય એવા મગનભાઇ મેઘજીભાઇ મકવાણા રહ્યા હતા. સમાજના મંત્રી ભરતભાઇ મકવાણાએ માર્ગદર્શન આપ્યું હતું. સમાજના પ્રમુખ હરેશભાઇ રાઠોડ તથા મંત્રી ભરતભાઇ મકવાણા તથા ઉપપ્રમુખ પ્રવીણભાઇ ગોરી, ખજાનચી કાન્તિભાઇ રાઠોડ, સહમંત્રી સંજયભાઇ રાઠોડ, સંગઠન મંત્રી મુકેશભાઇ ઝાલા, ધીરજભાઇ રાઠોડ, યુવક મંડળના પ્રમુખ કિરણ ગોરી, મંત્રી બિપિનભાઇ મકવાણા તથા સમગ્ર સમિતિના સભ્યોએ યુવક મંડળના યુવાનો તથા મહિલા મંડળની બહેનોએ સહયોગ આપ્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer