ગ્રીષ્મ વર્ગોમાં મહિલાઓએ સ્વસંરક્ષણની તાલીમ મેળવી

ગ્રીષ્મ વર્ગોમાં મહિલાઓએ  સ્વસંરક્ષણની તાલીમ મેળવી
ગાંધીધામ, તા. 15 : રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ગાંધીધામ સહયોગ સરસ્વતી વિદ્યામંદિર ખાતે ગ્રીષ્મ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12 વર્ષથી લઈ 40 વર્ષ સુધીના બહેનોએ સ્વસંરક્ષણ અંગેની તાલીમ મેળવી હતી. તેમને પ્રાત: યોગ અભ્યાસથી લઈને રાત્રિ સુધી વિવિધ સત્રો દ્વારા  શારીરિક, માનસિક તેમજ બૌદ્ધિક વિકાસ થાય તેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. જેમાં દંડ અભ્યાસ, છુરિકા, યોગચાપ (લેઝીમ), સમતા, સૂર્યનમસ્કાર તથા આજના વીડિયો ગેમના જમાનામાં ભૂલાતી જતી ભારતીય રમતોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.ઉપરાંત ફિલ્મી ગીતોના જમાનામાં દેશભક્તિના ગીતો શીખવાડી દેશ પ્રત્યેનું ગૌરવ જાગૃત થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. પ્રાર્થના અભ્યાસ, શાખા લગાવવાની પદ્ધતિ (આચાર પદ્ધતિ)નો અભ્યાસ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોના બૌદ્ધિક (પ્રવચનો) ગોઠવવામાં આવ્યા હતા. આની સાથે જ ગૃહિણી બહેનો માટે એક દિવસના રવિવારના `ગૃહિણી વર્ગ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોએ ભાગ લીધો હતો. ગૃહિણી બહેનો અને વર્ગના શિક્ષાર્થીઓનું પ્રશિક્ષણ શિક્ષિકા બહેનો દ્વારા થયું હતું જેમાં વર્ગના સર્વાધિકારી સોનલબેન ચિરાગભાઈ સોલંકીએ ધ્યાન રાખ્યું હતું. તેમજ પૂર્વ અને પશ્ચિમ કચ્છના વિભાગ કાર્યવાહિકા કાંતાબેન નારણભાઈ વેલાણી દ્વારા આયોજન થયું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer