ગાંધીધામના પેટરોગ નિદાન શિબિરમાં 130 દર્દીને તપાસીને માર્ગદર્શન

ગાંધીધામના પેટરોગ નિદાન શિબિરમાં  130 દર્દીને તપાસીને માર્ગદર્શન
ગાંધીધામ, તા. 15 : અહીંના ક્રિષ્ના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્રેના લોહાણા મહાજન, ક્રિષ્ના હોસ્પિટલ અને અમદાવાદ કાઈઝોન સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સહકારથી પેટ રોગનો નિદાન કેમ્પ યોજાયો હતો. આ વેળાએ સારી જીવન પદ્ધતિ તથા આહાર અંગે માહિતી અપાઈ હતી. કેમ્પમાં ડો. હર્ષદ સોની, ડો. અંકુર તિવારીની ટીમે 130 દર્દીઓને તપાસી સ્વાદુપિંડના રોગ, અન્નનળીનું કેન્સર, અલ્સરેટિવ કોલાઈટિસ, મોટાપણું, સારણ ગાંઠ, જઠર અને લિવરનું કેન્સર સહિતના રોગો સંદર્ભે માહિતી આપી નિદાન કર્યું હતું. આ પ્રસંગે લોહાણા મહાજનના શંકરભાઈ દક્ષિણી, અમૃતલાલ હાલાણી, ભરતભાઈ પાંચાણી, જયેશભાઈ રૂપારેલ, મુકેશભાઈ ચંદે, યુવક મંડળના પ્રમુખ જેમ્સ જેઠિયા, ક્રિષ્ના હોસ્પિટલના ડો. બી. એસ. બોલિયા, પ્રવીણભાઈ જોશી, સહદેવભાઈ જાડેજા, વૈશાલી ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જીવનશૈલી રોગનું તબીબી સંચાલનઅને જીવનશૈલી રોગોના સંચાલનમાં ખોરાકની ભૂમિકા પર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં સાચી જીવન પદ્ધતિ અને ખોરાક સંદર્ભે વિગતો અપાઈ હતી. આયોજનને સફળ બનાવવા માટે રોશની ઠક્કર, કવિતાબેન પારવાની, પીયૂષભાઈ ઠક્કર, જુહી ગોપલાની સહિતનાએ સહકાર આપ્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer