નાની વિરાણીમાં ફાંસો ખાઇ યુવાને જીવ દીધો

ગાંધીધામ, તા. 15 : નખત્રાણા તાલુકાના નાની વિરાણી ગામે દીપક નારાણ પરમાર (ઉ.વ. 22) નામના યુવાને ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. નાની વિરાણી ગામમાં રહેનારા હતભાગી યુવાન એવા દીપક પરમારએ આજે બપોરે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ યુવાન ઘરે એકલો હતો ત્યારે તેણે પંખાના એંગલમાં દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ યુવાને કેવા કારણોસર આ પગલું ભર્યું તે હજુ બહાર આવ્યું નથી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer