કોટડા ખાવડાની ગ્રામસભામાં વિવિધ ઠરાવોને સર્વસંમતિથી બહાલી અપાઈ

કોટડા ખાવડાની ગ્રામસભામાં વિવિધ  ઠરાવોને સર્વસંમતિથી બહાલી અપાઈ
કોટડા ( ખાવડા), તા. 15 : ભુજ તાલુકાનાં આ ગામની જૂથ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં વિવિધ વિકાસના મુદ્દાઓ તેમજ બી.એ.ડી.પી. અંતર્ગત યોજનામાં મંજૂર થયેલા ઉનડવાસ અને હાસમવાંઢમાં બંને કોમ્યુનિટી હોલની ચર્ચા કરાઈ હતી.  કોટડા (ખા.) જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સમા નિયામતબાઈ ગફુરના અધ્યક્ષસ્થાને આ ગ્રામસભામાં સર્વાનુમતે વિવિધ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. આ ગ્રામસભાનો હેતુ અને એજન્ડા તલાટી સહમંત્રી બ્રિજેશભાઈ અગ્રવાલે સમજાવ્યો હતો. ઉનડવાસ અને હાસમવાંઢના બી.એ.ડી.પી. અંતર્ગત મંજૂર થયેલા કોમ્યુનિટી હોલની આ ગ્રામસભામાં જ્યાં પંચાયત એ સ્થળ તેમજ ચતુર્દિશા સૂચવેલી છે તે જ સ્થળ યોગ્ય છે તેવી ગ્રામ પંચાયતના સભ્યો તેમજ બંને ગામના ગ્રામજનોએ હાથ ઊંચા કરી બહાલી આપી હતી. તે બંને સ્થળ ગ્રામ પંચાયત દ્વારા સૂચવેલાં છે તે જ લોકોને માન્ય છે તેમજ સર્વસંમતિ છે તેવો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો. સર્વે નંબર 78માં ધુનારા તળાવનું જ્યાં કામ થયેલું છે તે કામ બરાબર એ જ સૂચિત સ્થળે થયું છે તેવી ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા બહાલી આપવામાં આવી છે. પંચાયતના સભ્ય સમા અલીમામદ અલારખિયા, ઉપસરપંચ સમા અલારખિયા ગફુર, સભ્ય સમા બિલાલ ઈસ્માઈલ  તેમજ અગ્રણીઓમાં સમા ઉમર સિધિક, સમા ઉમર ઈસ્માઈલ, સમા હુસેન ઉમર, સમા શકુર તૈયબ, સમા ઓસમાણ હાજી ભૂરા, સમા તમાચી ઉમર વગેરે હાજર રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer