ભગવાન રામનાં જીવનનું અનુકરણ કરે તે વ્યક્તિના બધા પાપ ધોવાય

ભગવાન રામનાં જીવનનું અનુકરણ  કરે તે વ્યક્તિના બધા પાપ ધોવાય
કોડાય (તા. માંડવી) : તા. 15 : તાલુકાનાં તલવાણા ગામે વિષ્ણુ સમાજ દ્વારા રોકડિયા હનુમાન મંદિરના જીર્ણોદ્ધારના લાભાર્થે આયોજિત રામચરિત માનસ પારાયણ જ્ઞાનયજ્ઞમાં ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી થઈ હતી. કથાકાર મૃદુલાબાએ ભગવાન રામનાં જીવનનું અનુકરણ મનુષ્ય કરે તો સઘળા પાપો ધોવાઈ જાય અને જીવન ધન્ય બનવાની સાથે રામરાજ્ય સ્થાપિત થાય તેવું જણાવી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો મહિમા વર્ણવ્યો હતો. વર્તમાનમાં ધર્મ તેમજ અધ્યાત્મની અનિવાર્યતા વિશે તેમણે ખ્યાલ આપ્યો હતો.  મહંત કલ્યાણદાસબાપુ (હિંગરિયા)એ આશીર્વચન પાઠવ્યા હતા. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભાઈ વાડિયા, તા.પં. પ્રમુખ ગંગાબેન સેંઘાણી, તાલુકા ભાજપ મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રવીણભાઈ વેલાણી (એ.પી.એમ.સી.), પ્રદ્યુમનસિંહ જાડેજા (સદસ્ય તા. પં.), મનુભા જાડેજા (સહકારી સંઘ), અરવિંદભાઈ મોતા, નિર્મળસિંહ સોઢા (સરપંચ, ભાડઈ), સન્મુખસિંહ જાડેજા સહિત આગેવાનોનું સન્માન કરાયું હતું. ગામના અગ્રણીઓ જીવુભા રાઠોડ (માજી પ્રમુખ, તા.પં.), મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.પ્રમુખ, માંડવી તા.પં.), વિક્રમસિંહ જાડેજા, કનુભા જાડેજા (ક્ષત્રિય આગેવાન) હરિસિંહ જાડેજા સહિત ઉપસ્થિત રહી કથા શ્રવણ કર્યું હતું. કથા નિમિત્તે ગામમાં વિવિધ જીવદયાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સંચાલન કારૂભા જાડેજાએ કર્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer