ભુજમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ રહેતાં લોકો અકળાયા

ભુજ, તા. 15 : ગઇકાલે ગરમીનો પારો આંશિક નીચે ઊતર્યો હતો, ત્યાં આજે ફરી 40 ડિગ્રીએ પહોંચી જતાં જિલ્લામથક ભુજમાં તો બપોરે રીતસર  લોકો સૂર્યનારાયણના ભયથી અકળાયા હતા. હવામાન વિભાગના આંકડા પર નજર કરીએ તો કાલે ભુજમાં ઉષ્ણતામાનનો પારો 39.4 ડિગ્રીએ હતો તો આજે વધીને 40 ડિગ્રીએ પહોંચ્યો હતો. તો કંડલા  એરપોર્ટ વિસ્તારમાં 1.1 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આજે બપોરે હવામાં લૂનું પ્રમાણ વધુ મહેસૂસ થયો હતો. જો કે, હવામાન ખાતાનો આંકડો 40 ડિગ્રીએ જ રહ્યો હતો. સતત તાપમાનમાં થઇ રહેલા વધારાના કારણે શહેરીજનો બપોરે રસ્તા પરથી પસાર થતાં પસીનાથી ભીંજાયા હતા. કંડલા એરપોર્ટ વિસ્તારમાં આજે વધુમાં વધુ તાપમાન 42 ડિગ્રી તો ઓછામાં ઓછું 27.2 ડિગ્રી રહ્યું હતું. ભુજમાં વધુમાં વધુ 40 જ્યારે નીચું તાપમાન 20.6 ડિગ્રી રહ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer