23 લાખનો શરાબ ભરેલી એ ટ્રકનું પાયલોટિંગ પણ?થતું હોવાનું પ્રકાશમાં

ગાંધીધામ, તા. 15 : ગળપાદર-અંજાર માર્ગ પર હોલિડે વિલેજ રિસોર્ટ નજીક રૂા. 23 લાખના ઝડપાયેલા શરાબના પ્રકરણમાં પકડાયેલા શખ્સના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. આ અંગે પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય બહારથી આવતા આ દારૂની ટ્રક આગળ એક શખ્સ પાયલોટિંગ કરતો હતો પરંતુ આ અજાણ્યો શખ્સ પોલીસના હાથમાં આવ્યો ન હતો, જ્યારે ટ્રકચાલક એવા રામનારાયણ બિશ્નોઇની પોલીસે ધરપકડ કરી હતી. દારૂનો આ જથ્થો જયુભા ઉર્ફે જયેશ સામળા ગઢવી નામના શખ્સે મગાવ્યો હતો જ્યારે મોકલનાર તરીકે રવીન્દ્ર બિશ્નોઇ નામના શખ્સનું નામ બહાર આવ્યું હતું. દારૂ મંગાવનાર, મોકલનાર તથા પાયલોટિંગ કરનાર શખ્સો હજુ પોલીસના હાથમાં આવ્યા નથી, જ્યારે પકડાયેલા ટ્રકચાલકને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં તેના ત્રણ?દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. હાલમાં જ રાજ્યના પોલીસવડાએ પાંચ લાખ કે તેથી વધુનો દારૂ પકડાય તો તેમાં કેવી રીતે તપાસ કરવી તે સહિતના આદેશ?આપ્યા હતા, ત્યારે હવે આ પ્રકરણમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું છે તેવી ચર્ચા લોકોમાં જાગી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer