આદિપુરની ભાગોળે હત્યા કરનારા બે જણ સાત દિ'' રિમાન્ડમાં

ગાંધીધામ, તા. 15 : આદિપુર-અંજાર માર્ગ પર શનિદેવ મંદિર સામે યુવાનની થયેલી સરેઆમ હત્યાના પ્રકરણમાં પકડાયેલા બે ઇસમોના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. આદિપુર નજીક શનિદેવ મંદિર સામે ધર્મેન્દ્રસિંહ રાજપૂત ઉપર પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરી તેની હત્યા નીપજાવવામાં આવી હતી. આ પ્રકરણમાં એલસીબીએ અકુબ મહંમદ ઉર્ફે શબીર અકબર સના અને અસગર ઉર્ફે અકાડી મામદ કકલ નામના ઇસમોની ધરપકડ કરી હતી. આ બંને  શખ્સોને 10 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં બંનેના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. અન્ય નાસી ગયેલા શખ્સોને પકડી પાડવા, હથિયારો કબ્જે કરવા સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer