જૂની શાળાની જમીન નહિ અપાતાં રવાપરનું આરોગ્ય કેન્દ્ર ઘોંચમાં

રવાપર (તા. નખત્રાણા), તા. 15 : અહીં પી.એચ.સી.ની મંજૂરી મળવા છતાંયે જૂની જર્જરિત શાળાની જમીન માટે ગ્રામ પંચાયતના અનેક ઠરાવો છતાં જિલ્લા પંચાયતના શિક્ષણતંત્રે કોઇ જ પગલાં નહિ લેતાં આરોગ્ય કેન્દ્ર સામે મોટું વિઘ્ન હજુ હટયું નથી. તા.પં.ના વિરોધ પક્ષના નેતા અશ્વિન રૂપારેલ, સરપંચ પુષ્પાબેન રૂપારેલની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર, શિક્ષણમાંથી આરોગ્ય માટે અપાયેલી જમીનની મંજૂરીના મુદ્દે તંત્ર હજુયે નિક્રિય છે. પી.એચ.સી.ની મંજૂરી મળવા છતાંયે આજ સુધી ગ્રામ પંચાયતે ગ્રામસભા, સામાન્ય સભા, એસ.એમ.સી.ના ઠરાવો કર્યા  છતાં જર્જરિત જૂની પ્રા.શાળાના ઓરડા લોકહિતમાં-આ જમીન આરોગ્ય વિભાગને ફાળવી નવા પી.એચ.સી. સંકુલ માટે અપાઇ છે છતાંયે આજ સુધી કાર્યવાહી નહિ થતાં હવે આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer