ભચાઉ સત્તા મંડળ સામે આરટીઆઈ ફીની ખોટી આકારણીની ફરિયાદ

ભચાઉ, તા. 15 : ભચાઉ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા આરટીઆઈ માહિતીની ફીની ખોટી આકારણી કરાતી હોવાની અને માહિતી સમયમર્યાદામાં ન અપાઈ હોવાની જિલ્લા કલેક્ટરને કોંગ્રેસના મહામંત્રી દ્વારા ફરિયાદ કરાઈ હતી. કોંગ્રેસના જિલ્લા મહામંત્રી ભરતભાઈ ઠક્કરે રજૂઆતમાં જણાવ્યું હતું કે, ભચાઉ વિસ્તાર વિકાસ સત્તા મંડળ પાસે તા. 3/4/2018ના માહિતી માંગવામાં આવી હતી. જેમાં માહિતી તા. 2/5/2018ના આપવાની થાય તેમ છતાં તા. 5/4/18 માહિતી કાયદા વિરુદ્ધ તારીખ બતાવી છે. ઉપરાંત ઝેરોક્ષના રૂા. વધુમાં વધુ 1 કોપીના 10 થાય તેના બદલે રૂા. 500ની આકારણી કરી 233 કોપીના 1,16,500ની ઉઘરાણી કરવામાં આવી છે જે ગેરકાયદે છે, નિયમ વિરુદ્ધ છે. જે અંગે મોડી માહિતી આપવા તથા ખોટી આકારણી કરવા સબબ પગલાં લેવાની માગણી શ્રી ઠક્કરે કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer