ભુજમાં અખિલ કચ્છ મેઘવંશી એસ.સી.-એસ.ટી. સમાજની બેઠકમાં વિવિધ મુદ્દા ચર્ચાયા

ભુજ, તા. 15 : અખિલ કચ્છ મેઘવંશી એસ.સી.-એસ.ટી. સમાજ દ્વારા ડો. ભીમરાવ આંબેડકર ભવન ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં બહુ સંખ્યામાં શુભચિંતકો, ચિંતન કરતા સામાજિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં એટ્રોસીટી એકટ બાબત, આરોગ્ય અને અન્ય સામાજિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરાઈ હતી.  બેઠકમાં સર્વાનુમતે એવો ઠરાવ પસાર કરાયો હતો કે અખિલ કચ્છ મેઘવંશી એસ.સી., એસ.ટી. સમાજની કચ્છ જિલ્લાની સમિતિ બનાવી, તેની સ્વતંત્ર જવાબદારી ચાંપશીભાઈ આતુભાઈ ધેડાને આપવામાં આવી તેમને કાર્યકારી અધ્યક્ષ તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. બેઠકમાં કે.કે. વણકર, આર. કે. ચાવડા, મનસુખભાઈ ખાણિયા, નરેશભાઈ મહેશ્વરી, ભીમજીભાઈ ફફલ, રામજીભાઈ મહેશ્વરી, લાલજીભાઈ બુચિયા, મહેન્દ્રભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer