કાલથી કાળા ડુંગર પર શ્રીમદ્ સમૂહ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનો પ્રારંભ

ખાવડા, તા. 15 : સીમા પરના કચ્છના ગિરનાર ગણાતા કાળા ડુંગર સ્થિત ગુરુ દત્તાત્રય મંદિર પર શ્રીમદ્ સમૂહ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનો તા. 17/5 ગુરુવારથી પ્રારંભ થઇ રહ્યો છે. પરેશ પ્રેમજીભાઇ ઠક્કરના મુખ્ય યજમાનપદે યોજાઇ રહેલા આ જ્ઞાનયજ્ઞના અન્ય 18 યજમાન છે. તા. 17ના સાંસદ વિનોદભાઇ?ચાવડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશભાઇ ઝવેરી,આર.એસ.એસ.ના વિભાગીય સંઘ સંચાલક નવીનભાઇ?વ્યાસ, અગ્રણી દિલીપભાઇ દેશમુખ, સીમા જનકલ્યાણના પ્રાંત ઉપાધ્યક્ષ હિંમતસિંહજી વસણ તથા મંદિરના જગદીશભારતી વિ. દીપ પ્રાગટય દ્વારા પ્રારંભ કરાવશે. આ પ્રસંગે અહીં નવનિર્મિત દેવીલાબેન પ્રેમજીભાઇ ઠક્કર પ્રવેશદ્વાર પણ લોકાર્પિત થશે. સવારે 10 વાગ્યે પોથીયાત્રા બાદ દીપ પ્રાગટય અને પ્રવેશદ્વાર અર્પણ થશે. તા. 20ના નંદ મહોત્સવ, 22ના રૂક્ષ્મણી વિવાહ, 23ના સાંજે કથા વિરામ લેશે અને 24ના સવારે નારાયણ યજ્ઞ સાથે સંપન્ન થશે. ગ્રાઉન્ડ સમથળ કરવા ઉપરાંત પીવાનાં પાણી માટે આર.ઓ. પ્લાન્ટ, વોટર કૂલર વિ. સુવિધાઓથી આ સ્થાન સજ્જ થઇ ગયું છે અને દત્ત મંદિર વિકાસ સેવા સમિતિના પ્રમુખ હીરાલાલ રાજદે, ઉ.પ્ર. ખીમજીભાઇ કોટક, મંત્રીઓ શાંતિલાલ દાવડા, ધીરજ તન્ના, કાર્યકરો પરેશભાઇ ઠક્કર, હરજીભાઇ દાવડા, નરેન્દ્ર દાવડા વિ. સહયોગ આપી રહ્યા છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer