નિષ્કલંકી ધામમાં બાલ-બાલિકા સુસંસ્કાર શિબિર યોજાશે

નખત્રાણા, તા. 15 : કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા તા. 23/5થી 27/5 સુધી બાલ- બાલિકા સુસંસ્કાર શિબિર નિષ્કલંકી ધામ ખાતે આયોજિત કરવામાં આવી છે. આ પ્રસંગે જયરામદાસજી મહારાજ (નિષ્કલંકી ધામ), મહામંડલેશ્વર જનાર્દન હરિજી મહારાજ (સતપંથ મંદિર-ફૈઝપુર), સંત શાંતિદાસજી મહારાજ (રવિભાણ આશ્રમ-વિરાણી મોટી), દિવ્યાનંદજી મહારાજ (અથર્વવેદી સતપંથ સેવા આશ્રમ-કાદિયા), રતિબાપા (માતુશ્રી કુંવર મા આશ્રમ- દરશડી) ઉપસ્થિત રહેશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer