ભુજમાં રવિવારે ગોઠણ-થાપાના દુ:ખાવા માટેનો માર્ગદર્શન કેમ્પ

ભુજ, તા. 15 : એલ.એન.એમ. ગ્રુપ લાયન્સ હોસ્પિટલ અને લાયન્સ ક્લબ દ્વારા ગોઠણ અને થાપાના દુ:ખાવાનો મેગા સર્જિકલ માહિતી માર્ગદર્શન કેમ્પ તા. 20/5 રવિવારે સવારે 10થી 1 દરમ્યાન લાયન્સ હોસ્પિટલ, કોમર્સ કોલેજ રોડ, રાવલવાડી રિલો. સાઇટ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં ડો. તુષાર વેગડ સેવા આપશે. નામ નોંધણી માટે (02832) 224098, 256098નો સંપર્ક કરવો. મર્યાદિત દર્દીઓ માટે ડો. તુષાર વેગડની હોસ્પિટલમાં ગોઠણના સાંધાનું ઓપરેશન રાહતદરે કરી આપવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer