જતાવીરાના આધેડે ઝેરી દવા પી મોતની સોડ તાણી : લાશ શેખડિયાની સીમમાં મળી

ભુજ, તા. 20 : નખત્રાણા તાલુકાના જતાવીરા ગામના બલવીરદાન અરજણદાન ગઢવી (ઉ.વ. 42) નામના છેલ્લા બે દિવસથી લાપતા બનેલા આધેડ વયના શખ્સની લાશ મુંદરા તાલુકામાં શેખડિયા ગામની સીમમાં મળી હતી. આ હતભાગી દ્વારા ઝેરી દવા પી લઇ આપઘાત કરાયાનું બહાર  આવ્યું છે.  મુંદરા મરીન પોલીસે આપેલી વિગતો મુજબ, બલવીરદાન છેલ્લા બે દિવસથી ગુમ હતો. આ પછી આજે સંધ્યા સમયે તેનો મૃતદેહ મળ્યો હતો. તેણે કોઇ ઝેરી દવા પીધી હોવાનું સ્પષ્ટ થયું હતું. અલબત્ત, બનાવ પછવાડેનાં કારણો હજુ સ્પષ્ટ થયાં નથી.  મરનાર અગાઉ 108માં ડ્રાઇવિંગ અને હાલે એસ.ટી. તંત્રમાં સંભવત: ફરજ બજાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer