પદમપરમાં ગાજવીજ સાથે કરા પડયા

પદમપરમાં ગાજવીજ સાથે કરા પડયા
રાપર, તા.20 : તાલુકાના પદમપર ગામે સખત ગરમી અને ઉકળાટ બાદ આજે સાંજે ચાર વાગ્યા બાદ હવામાનમાં એકાએક પલટો આવતાં પવન અને ગાજવીજ સાથે જોરદાર ઝાપટાં પડતાં પાણી વહી નીકળ્યાં હતાં.  અડધાથી પોણા કલાક સુધી કરા સાથે કમોસમી વરસાદ પડતાં પદમપર જીવદયા કેન્દ્ર પાંજરાપોળમાં કેટલાક ઝાડ પડી ગયાં હતાં તો ઘાસચારાના ગોડાઉનનાં પતરાં જોરદાર પવનનાં કારણે ઊડી ગયા અને અંદર વરસાદી પાણી જતાં ગોડાઉનમાં મૂંગા પશુઓ માટે રહેલો ચારો અંદાજિત ચાલીસ ગાડી પલળી ગયો હોવાનું સંસ્થાના મેનેજર રાજાભાઈએ જણાવ્યું હતું. આમ વરસાદથી સંસ્થામાં ઘાસચારાને મોટું નુકસાન થયું છે. ગ્રાઉન્ડમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયાં હતાં. ચોમાસા જેવો માહોલ ખડો થયો હતો. આજે વરસાદ સાથે કરા પડતાં કુતૂહલ સર્જાયું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer