ગરીબ પરિવારો માટેની ગેસ યોજનાનો વધુ લાભ મળે તે માટે સહયોગ આપો

ગરીબ પરિવારો માટેની ગેસ યોજનાનો વધુ લાભ મળે તે માટે સહયોગ આપો
નખત્રાણા, તા.20 : દેશના છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ નબળા વગેરે પરિવારો ઘરેલુ ગેસ જોડાણથી વંચિત ન રહે તે હેતુથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગ્રામ સ્વરાજ અભિયાનને સાર્થક કરવા અહીં આયોજિત કાર્યક્રમમાં 100 પરિવારોને ગેસ જોડાણ અપાયા હતા. નખત્રાણામાં ઓ.સી.પી. ગેસ એજન્સી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં તા.પં. પ્રમુખ ભરતભાઈ સોમજિયાણી, જિ.પં. સદસ્ય વસંતભાઈ વાઘેલા, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, તા.પં. સદસ્યા નયનાબેન પટેલ, તા. ભાજપના પ્રમુખ રાજેશભાઈ પલણ, મહિલા અગ્રણીઓ મંજુલાબેન વાઘેલા, નર્મદાબેન લોંચા, તલાટી રાજેશ્વરીબેન આહીર, મહેન્દ્રભાઈ પલણની ઉપસ્થિતિમાં તજજ્ઞો દ્વારા સરકારની લોક સુખાકારીના એક ભાગ રૂપની યોજનાને બિરદાવી હતી. પ્રારંભમાં ગેસ એજન્સી સંબંધિત અગ્રણી અને વેપારી મંડળના પૂર્વ પ્રમુખ ઓધવજીભાઈ પલણે સ્વાગત પ્રવચન સાથે ગરીબ પરિવારો માટેની ગેસ યોજના લાભ વધુ ને વધુ પરિવારો લઈ શકે તે માટે સર્વેએ સહયોગ આપવા જણાવ્યું હતું. ગેસ એજન્સીના મેનેજર સંજયભાઈ પટેલે યોજનાના ફાયદાની સમજ આપી હતી. અગ્રણીઓ અનિલભાઈ જોબનપુત્રા, અશ્વિન સથવારા, શૈલેશ મજેઠિયા, યોગેશ ચૌવાણ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અંગિયાના સરપંચ ઈકબાલ ઘાંચીએ અને આભાર વિધિ જય પલણે કરી હતી.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer