મુંદરા માર્કેટ યાર્ડમાં પ્રારંભિક દિને જ દશ ટન ફળ-ફૂલ-શાકભાજીનો વેપાર

મુંદરા માર્કેટ યાર્ડમાં પ્રારંભિક દિને જ દશ ટન ફળ-ફૂલ-શાકભાજીનો વેપાર
મુંદરા, તા.20: મુંદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માર્કેટ યાર્ડ ખાતે તાજેતરમાં રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના હસ્તે શુભારંભ થયા બાદ આજે માર્કેટયાર્ડ ખાતે વિધિવત હોલસેલ શાકભાજી તથા ફળફળાદિની જાહેર હરાજીનો પ્રારંભ થયો હતો.  વહેલી સવારે એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે ધમાકેદાર શરૂઆત થતાં અંદાજિત 10 ટન જેટલા માલનું વેંચાણ થયું હતું તથા માર્કેટયાર્ડમાં પૂરતું પાર્કીંગ ગ્રાઉન્ડ હોવાથી વેપારી કે ખેડૂતોને કોઈ તકલીફ નહિ પડે.  વ્યાપારી તથા ખેડૂતોએ પણ જણાવ્યું હતું કે, ધંધાની અગવડતા, ટ્રાફિકની સમસ્યા દૂર થઈ ગઈ છે. ખાસ કરીને માનસિક ત્રાસમાંથી છૂટકારો મળતા આનંદ થયો છે. શ્રીજાડેજાએ ડાયરેક્ટર તથા સમગ્ર એપીએમસી સ્ટાફનો આભાર માન્યો હતો તથા માર્કેટયાર્ડનો પ્રારંભ થતા મુંદરાના વિકાસના દ્વારા ખૂલી જશે તેવી આશા દર્શાવી હતી.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer