ઇસ્લામમાં ઇલ્મ પ્રાપ્ત કરવું એ દરેક ત્રી-પુરુષની ફરજ

ઇસ્લામમાં ઇલ્મ પ્રાપ્ત કરવું  એ દરેક ત્રી-પુરુષની ફરજ
ભુજ, તા. 20 : અહીંના મદરેસા અનવારે મુહંમદી એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ લીલ બનાતનો ત્રીજો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સૈયદ અહમદશા અલહુસૈનીએ જણાવ્યું હતું કે, મદરેસા દીનની સાચી ઓળખ પ્રાપ્ત કરવાના કેન્દ્ર છે. ઇલ્મ વગર ઇન્સાન અલ્લાહ અને તેના બંદાઓના હક અદા નથી કરી શકતો. આ કારણે  ઇસ્લામમાં ઇલ્મ પ્રાપ્ત કરવું દરેક ત્રી અને પુરુષ?ઉપર ફરજ છે. શાળાકીય શિક્ષણ પાછળ ભલે ખર્ચ કરો, પરંતુ દીની તાલીમ પર પૂરતો ખર્ચ કરી તેની મફત અપેક્ષા ન રાખો. યતીમ ગરીબ બાળા-બાળકોને ઇલ્મે દીન આપતા આવા દીની મરકઝને ઇમદાદ કરવા પણ હાકલ કરી હતી. મદરેસાના સ્થાપક અને પ્રમુખ મૌલાના શરાફતઅલી અશરફીએ સંસ્થા પરિચય રજૂ કર્યો હતો. મુહંમદ ફારૂક બરકાતી અને મુહંમદ શબ્બીર બરકાતી ગોંડલવાળાએ પણ પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ મૌલાના સૈયદ શેરઅલી શાહએ કર્યો હતો. મદરેસાની બાળાઓએ કાર્યક્રમ રજૂ કર્યા હતા. લુહાર મુસ્કાન અબ્દુલ કરીમ અને કક્કલ રૂકસાના ઉસમાને તકરીર રજૂ કરી હતી. જત હમીદા ઉમર, જત રાબિયા હુસૈન, જત સૌના યુસુફ, જત રિઝવાના હુસૈનએ સમૂહ ન્યાત રજૂ કરી હતી. કાર્યક્રમમાં હાજી અમીરઅલી લોઢિયા, મૌલાના કલીમ અસગર, મૌલાના આસિફ ઇકબાલ, મૌલાના તનવીરઆલમ, મૌલાના ગુલામહુસેન અકબરી, સૈયદ હાજી યાસીનશા બાપુ, સૈયદ ઇન્તખાબ બાપુ, મૌલાના શૌકતઅલી અકબરી, મૌલાના રમઝાન અત્તારી, મૌલાના મોહંમદ ઉમર કાદરી, મૌલાના સલીમ કાદરી વિગેરે મંચસ્થ રહ્યા હતા. સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો સરફરાઝ ચાકી, જુણેજા રજબઅલી, મેમણ અબ્દુલરઝાક, મેમણ મુજીબ, માંજોઠી અબ્દુલ, મંધરા લાલમોહંમદ, સુરંગી નૂરમોહંમદ, રફિક બાવા, પઠાણ હાજીખાન, ધોબી ઉમર, આરબ ઇકબાલ, સંઘાર ફકીરમામદ, લાહેજી અઝીમએ વ્યવસ્થા સંભાળી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer