ગાંધીધામના ઝૂંપડપટ્ટી વિસ્તારો પ્રત્યે ભેદભાવભર્યું વલણ

ગાંધીધામ, તા. 20 : અહીંની સુધરાઇ દ્વારા ઓરમાયું વલણ અપનાવી કારગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાયાની સુવિધાઓ ન અપાતી હોવાની ફરિયાદ વિરોધપક્ષના નેતાએ પાલિકાના વડા સમક્ષ કરી હતી. વિરોધપક્ષના નેતા અજિતભાઇ માનસિંગ ચાવડાએ સુધરાઇના અધિકારીને લેખિત રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 35 વર્ષથી કારગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લોકો વસવાટ કરે છે, પરંતુ સત્તાપક્ષના દબાણ અને ભેદભાવભરી નીતિના કારણે પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં તેઓએ સુંદરપુરી, કારગો, મણિનગર, ખોડિયારનગર, મહેશ્વરીનગર, ડી.એલ.બી.  પાછળ એ.વી. જોશી ઝૂંપડા તથા ગુ.હા. બોર્ડના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દિવાબત્તી લાઇટ શરૂ કરવા માંગ કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer