23મીથી ગાંધીધામ ખાતે અભિનયની કાર્યશાળા

ગાંધીધામ, તા. 20 : અહીંના સિક્રો અકાદમી દ્વારા તા. 23/4થી 29/4 સુધી અભિનય કાર્યશાળાનું આયોજન કરાયું છે. આ આયોજનમાં સાત વર્ષથી ઉપરની વયના લોકો જોડાઇ શકશે. કાર્યશાળાનો સમય સાંજે 6થી 9નો રહેશે. સાત દિવસીય કેમ્પમાં અભિનય સાથે માઇમ, કંપેરીંગ, પબ્લિક સ્પીકીંગ તથા નાટય જગતને સ્પર્શતા તમામ પાસાંઓની તજજ્ઞો દ્વારા માહિતી અપાશે. વધુ માહિતી માટે 98792 05873, 72030 13155 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer