કોમનવેલ્થના સુવર્ણ વિજેતા અનીષના પિતા અબડાસામાં ખેતી સાથે સંકળાયેલા છે

કોમનવેલ્થના સુવર્ણ વિજેતા અનીષના પિતા અબડાસામાં ખેતી સાથે સંકળાયેલા છે
નલિયા, તા. 15 : કોમનવેલ્થ ગેમ્સમાં માત્ર 15 વર્ષની વયે ભારતને સુવર્ણ ચંદ્રકરૂપી ગૌરવ અપાવનાર અનીષ ભાનવાલના પિતા અબડાસા તાલુકાનાં ભાનાડા અને સાંધાણ ગામે છેલ્લા બે દાયકાથી ખેત વ્યવસાય સાથે સંકળાયેલા છે, હાલે તેઓ હરિયાણા છે. અનીષને કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક મળતાં પિતાજી જગપાલ યશવંતસિંઘ ચૌધરી પરિવારમાં ખુશીની લહેર ફેલાઇ છે. તેમના કહેવા મુજબ બાળપણથી જ નિશાનેબાજીનો શોખ ધરાવતા અનીષે રેપિડ ફાયર પિસ્તોલની સ્પર્ધામાં આખરે નાની વયે કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અનીષે ગત માસે સિડની ખાતે જુનિયર વર્લ્ડકપમાં આ જ કેટેગરીમાં સુવર્ણ અને રજત ચંદ્રક મેળવ્યો હતો. એટલું જ નહીં અનીષની 16 વર્ષીય બહેન મુસ્કાને પણ જુનિયર વર્લ્ડકપમાં મહિલાઓ માટેની રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં ગત માસે સુવર્ણ અને રજત ચંદ્રક સિડની (ઓસ્ટ્રેલિયા) ખાતે મેળવ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer