પ્રેક્ષાધ્યાન દ્વારા સ્વસ્થ જીવન સંભવ

પ્રેક્ષાધ્યાન દ્વારા સ્વસ્થ જીવન સંભવ
ભુજ, તા. 15 : પ્રેક્ષાધ્યાન અને સંયમ દ્વારા સ્વસ્થ જીવન સંભવ છે તેવું તેરા પંથના ડો. મુનિ મદનકુમારજીએ અહીં `અધ્યાત્મ અને આરોગ્ય' વિષય પર આયોજિત સારગર્ભિત પરિસંવાદમાં જણાવ્યું હતું. આ પરિસંવાદ જૈન શ્વેતાંબર તેરાપંથ સંઘ તથા અણુવ્રત સમિતિ દ્વારા મીડિયા પાર્ટનર કચ્છમિત્રના સહયોગે જૈન વંડા ખાતે સવારે આયોજિત કરાયો હતો.કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પૂર્વ ધારાસભ્ય અને સાતે સંઘના પ્રમુખ મુકેશભાઇ?ઝવેરી, મુખ્ય વક્તા અમદાવાદના કાર્ડિયોલોજિસ્ટ ડો. ધવલ દોશી તેમજ તેરાપંથના એકાદશમ આચાર્ય મહાશ્રયજીના શિષ્ય મુનિ ડો. મદનકુમાર તથા સિદ્ધાર્થકુમારજીના સાંનિધ્યમાં યોજાયો હતો. ડો. દોશીએ સરળ ભાષામાં સ્વસ્થ રહેવા માટે સાફ?મન, સ્વસ્થ તન અને નિરોગી શૈલી ઉપર ભાર મૂક્યો હતો. ચિંતા, અનિદ્રા, ઉપાધિ, ઇર્ષા, નકારાત્મક ભાવ છોડી સકારાત્મકતા તરફ?જીવન વાળવાનો સમાજને સંદેશો આપ્યો હતો. ડો. મુનિએ સુખી બનવા માટેના સૂત્ર આપતાં જણાવ્યું કે, ઓછું ખાવું, ધ્યાન કરવું, ભાવ શુદ્ધિ, મહેનતકશ જીવન વ્યતિત કરવું, મૈત્રી, પ્રમોદ ભાવના, કરુણા જેવી 16 પ્રકારની ભાવના દ્વારા જીવનને સ્વ અને અન્ય માટે જીવવા-માણવા અને બીજાને ઉપયોગી બનવા જેવું બનાવી શકાય. મહેશ પ્રભુલાલ મહેતાએ પ્રતિનિધિ તરીકે કચ્છમિત્રની સમાજમાં સક્રિયતા વિશે જણાવ્યું હતું. ઉપરાંત અધ્યાત્મક અને આરોગ્ય વિશે રજૂઆત કરી હતી. આરંભમાં અણુવ્રત સમિતિના અધ્યક્ષ વાડીલાલ મહેતા, જયેશ દોશી તથા નવીન શાહે અણુવ્રત ગીત પ્રસ્તુત કર્યું હતું. કન્યા મંડળની ગીતિકા અને ડો. નિકીએ વક્તવ્ય આપ્યું હતું. સભાધ્યક્ષ જિતેન્દ્ર શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં આઠ?કોટિ મોટી પક્ષના સાધ્વી સંગીતાબાઇ?મ.સ., રમ્યતાબાઇ?મ.સ., અનીષાબાઇ?મ.સ. તેમજ દરેક સમાજના પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અધ્યક્ષ અને વક્તાઓનું સાહિત્ય દ્વારા સન્માન કરાયું હતું. આભારવિધિ મંત્રી જયેશ દોશીએ કરી હતી. તેરાપંથ મહાસભાના પ્રતિનિધિ શાંતિલાલજી જૈન તથા તેરાપંથ યુવક પરિષદ-મહિલા મંડળ સહયોગી રહ્યા હતા.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer