કુંદનપર ગામની ભાવના શબરીની ઝૂંપડી તૂલ્ય

કુંદનપર ગામની ભાવના શબરીની ઝૂંપડી તૂલ્ય
કુંદનપર (તા. ભુજ), તા. 15 : અહીં ચાલતા ભાઇઓના સ્વામિનારાયણ મંદિરના રજતજયંતી મહોત્સવ પ્રસંગે આજે તા. 16-4ના સવારે 9 કલાકે આચાર્ય મહારાજશ્રીના આગમન સાથે યજ્ઞ પરાકાષ્ઠા ધારણ કરશે. મહાભિષેક પાટોત્સવ, આરતી, અન્નકૂટ અનુષ્ઠાન યોજાશે. કથા દરમ્યાન વક્તાઓએ નાના એવા કુંદનપર ગામની ભાવનાને શબરીની ઝૂંપડી તુલ્ય ગણાવી હતી.નાનું ગામ પણ ભાવ, સંપ હેતપ્રીતની દૃષ્ટિએ શબરીની ઝૂંપડી તુલ્ય છે, જ્યાં આવનારને આવકાર, આદર અને આત્મ સન્માન અપાય છે તેવા ઉદ્ગારો સાથે ભુજ તાલુકાના કુંદનપર ગામની અનુમોદના કરતાં વક્તા શાત્રી કૃષ્ણજીવનદાસ સ્વામીએ ભુજ નગરે સ્વામિનારાયણ ભગવાનના આગમનની કથા વર્ણવી હતી. ગુલાબી સાફામાં યજમાન પરિવારોએ ઉત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે લેવા પટેલ સમાજ મોભી આર.આર. પટેલ, ટ્રસ્ટી આર.એસ. હીરાણી, માનકૂવા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. ચંપાવત, કેરા થાણાના જમાદાર મુકેશ સાધુ, કે.કે. જેસાણી, લક્ષ્મણભાઇ રાઘવાણી સહિતનાએ કથા શ્રવણ કર્યું હતું. સભાપતિ શાત્રી ધર્મચરણદાસજીએ પહેરામણી કરાવી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer